Video: અંકલેશ્વર GIDCની શ્યામ એન્ટરપ્રાઇઝમાં ભીષણ આગ, ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવા જહેત

ભરૂચ જિલ્લાની પ્રસિદ્ધ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી 'શ્યામ એન્ટરપ્રાઇઝ' નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગ કંપનીમાં રાખેલા રાસાયણિક અને કેમિકલ ભરેલા ડ્રમો સુધી પ્રસરી ગઈ હતી, જેના પરિણામે એક પછી એક ડ્રમ ભયાનક ધડાકા સાથે હવામાં ઉછળતા નજરે પડ્યા હતા. ઘટના અંગે તુરંત જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ વિષમ પરિસ્થિતિ વચ્ચે પાણીનો સતત મારો ચલાવીને અને ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ભયાનક બનાવને પગલે આસપાસની અન્ય કંપનીઓ અને સ્થાનિક લોકોમાં પણ ભારે ફાળ પડી હતી.
જાહેરાત







