Video: સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, નકલી સાયબર ફોરેન્સિક અધિકારી બની ૧.૨૪ કરોડની ઠગાઈ કરનાર મુંબઈથી ઝડપાયો

પ્રિયાંક વ્યાસ નામના ઠગે પોતાને ફોરેન્સિક સાયબર ક્રાઈમ સ્પેશિયાલિસ્ટ અને ડૉક્ટરેટની ડિગ્રી ધરાવતો હોવાની ખોટી ઓળખ આપી હતી. બનાવટી ઓળખકાર્ડ અને સરકારી બોર્ડવાળી કારનો ઉપયોગ કરીને તેણે સુરતના પેટ્રોકેમિકલ વેપારી તથા તેમના મિત્રને વિશ્વાસમાં લીધા હતા. નવેમ્બર 2025થી ઓક્ટોબર 2026 દરમિયાન ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સીના નામે વિવિધ બહાના હેઠળ 21 હપ્તામાં કુલ 1 કરોડ 29 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઠગાઈના નાણાંથી આરોપીએ મુંબઈમાં દોઢ કરોડની પ્રોપર્ટી, ફ્લેટનું બુકિંગ અને બીએમડબ્લ્યુ જેવી લક્ઝરી કાર ખરીદી હતી. સુરતના એક સી.એ. રોહન કેલાવાલાએ આ વેપારીની ઓળખાણ કરાવી પ્રથમ હપ્તાના 18 લાખ રૂપિયા પોતાની ઓફિસે સ્વીકાર્યા હતા. પોલીસે મુંબઈના મીરા રોડ ખાતેથી મુખ્ય આરોપીની ધરપકડ કરી લેપટોપ, મોબાઈલ અને લક્ઝરી કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત







