Video: સચિવાલયના ૬૪ નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન ઓફિસર તરીકે બઢતી, પગાર ધોરણમાં થયો વધારો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સંવર્ગના ૬૪ નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન ઓફિસર તરીકે ઈન-સીટુ હંગામી બઢતી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વર્ગ-૩ના આ નાયબ સેક્શન અધિકારીઓને હવે વર્ગ-૨ના સેક્શન ઓફિસર તરીકે પ્રમોશન મળવાની સાથે પે-મેટ્રિક્સ લેવલ-૭માંથી લેવલ-૮નો સીધો લાભ પ્રાપ્ત થશે. આ નિર્ણયથી અધિકારીઓનું પદ વિસ્તરવાની સાથે તેમનું પગાર ધોરણ પણ ૩૯ હજાર ૯૦૦થી વધીને 44 હજાર ૯૦૦ થઈ જશે. સચિવાલયના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલી અધિસૂચનાના આધારે આ પ્રમોશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દિવાળી ટાણે સરકારના આ નિર્ણયથી બઢતી મેળવનારા તમામ ૬૪ અધિકારીઓમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાહેરાત








