Video: મહુવાના અનામત જંગલમાં મોટી રેડ,13 વાહનો સાથે 68 લાખનો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

મહુવાના ઊંચા કોટડા દરિયાઈ અનામત જંગલમાં વન વિભાગે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ગાંધીનગરથી આવેલી વન વિભાગની 'રેડ એલર્ટ' ટીમે પાંચ વાહનો સાથે કળસાર બીટ વિસ્તારમાં સરપ્રાઇઝ રેડ કરી હતી. દિવાળીના તહેવારો દરમિયાન પણ જંગલ વિસ્તારમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાની માહિતી મળતાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. કાર્યવાહી દરમિયાન 12 ટ્રેક્ટર અને એક ડમ્પર સહિત કુલ 13 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે. વન વિભાગે આશરે 68 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વન સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કડક કાર્યવાહી કરતાં માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત