Video: દિવાળી ટાણે સુરત પોલીસ અને સિક્યુરિટી એજન્સીઓની મહત્વની બેઠક

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત SOG પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે. તહેવારો દરમિયાન શહેરમાં ચોરી અને લૂંટફાટ જેવી અદ્યતન અસામાજિક ઘટનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.
બેઠકમાં તમામ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સમાં રાત્રિના સમયે ફરજિયાત સિક્યુરિટી ગાર્ડ્સ રાખવા તેમજ સીસીટીવી કેમેરા લગાડવા કડક સૂચના આપવામાં આવી છે. રક્ષક જ ભક્ષક ન બને તે માટે ગાર્ડ્સનો સંપૂર્ણ ડેટા અને વેરિફિકેશન રાખવા જણાવાયું છે. સાથે જ, અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ આપવા અને સ્થાનિક પોલીસ સ્ટેશન તથા કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં રહેવા તાકીદ કરાઈ છે.








