Video: દિવાળીમાં ૧૧૨ ઇમરજન્સી સેવા પર કોલ વધવાની શક્યતા, EEMS સિસ્ટમ તરફ સ્વિચઓવર થવાથી રિસ્પોન્સ ટાઈમમાં થશે ઘટાડો

દિવાળીના તહેવાર દરમિયાન ૧૦૮ સાથે ૧૧૨ ઈમરજન્સી સેવામાં પણ કોલની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. સામાન્ય દિવસોના સરેરાશ ૩ હજાર ૬૧૦ કોલ સામે દિવાળીના દિવસે અંદાજે ૬ હજાર ૨૭૭ કોલ આવવાનું અનુમાન છે, જેની સામે દર્દીઓ સુધી ઝડપથી પહોંચવા માટે તંત્ર દ્વારા EEMS સિસ્ટમ તરફ સ્વિચઓવર કરવામાં આવ્યું છે. નવી ટેકનોલોજીના ઉપયોગથી હાલના શહેરી વિસ્તારના ૧૦ મિનિટ અને ગ્રામીણ વિસ્તારના ૧૨ મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં વધુ ઘટાડો કરવાનો પ્રયાસ હાથ ધરાશે. તહેવારોના દિવસો દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે ૩૮ ICU ઓન વ્હીલ્સ સહિતની તમામ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમોને સતત ૨૪ કલાક એલર્ટ પર રાખવામાં આવી છે.
જાહેરાત







