Video: અમરેલી સાવરકુંડલા એપીએમસી કપાસથી છલકાયા

દિવાળીના તહેવારને લઈને અમરેલી જિલ્લાના અમરેલી અને સાવરકુંડલા APMCમાં કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવાર ટાણે નાણાંની જરૂરિયાત અને પાંચ દિવસના વેકેશનને ધ્યાનમાં રાખીને ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા માટે માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, પિયતવાળા કપાસમાં ઉત્પાદન સારું મળવાની સાથે ભાવ પણ સારા મળી રહ્યા છે, જ્યારે બિનપિયત કપાસમાં ઓછું ઉત્પાદન અને નીચા ભાવ મળી રહ્યા છે. દિવાળીના ખર્ચ અને અન્ય ચુકવણીઓ કરવાની હોવાથી ખેડૂતો મળતા ભાવમાં સંતોષ માની કપાસનું વેચાણ કરી રહ્યા છે. અમરેલી અને સાવરકુંડલા APMCમાં કપાસની આવક વધી છે અને ખેડૂતોને ક્યાંક સારા તો ક્યાંક ઓછા ભાવ મળી રહ્યા છે. હવે દિવાળીના તહેવાર પહેલાં કપાસના સારા ભાવ મળે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
જાહેરાત






