Video: ડીસાની નવજીવન બી.એડ. કોલેજમાં 11 બાય 11ની રંગોળીમાં શ્રીરામની ભવ્ય પ્રતિકૃતિ

બનાસકાંઠાના ડીસાની નવજીવન બી.એડ. કોલેજમાં દિવાળી મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 11 બાય 11 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રીરામની સુંદર પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ રંગોળી તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓએ 8થી 10 કલાક સુધી મહેનત કરી હતી. AIની મદદથી તૈયાર કરાયેલી ડિઝાઇનના આધારે રંગોળીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને નવી પેઢીમાં સકારાત્મક ઊર્જાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જાહેરાત







