Video: સુરતનો રત્નકલાકાર ઘણા દિવસોથી રશિયામાં ગુમ

સોર્સ: gstv

સુરતના ૩૯ વર્ષીય રત્નકલાકાર રમણીક સાખવાળા છેલ્લા ત્રણ મહિનાથી રશિયામાં લાપતા થયા છે. હીરા ઉદ્યોગમાં મંદી અને અનિશ્ચિતતાના કારણે તેઓ જૂન ૨૦૨૫માં વિઝિટર વિઝા પર રોજગારી મેળવવા માટે રશિયા ગયા હતા. શરૂઆતમાં ત્યાં રોજિંદા ખર્ચ અને પરત ફરવાની ટિકિટના પૈસા કાઢવા માટે તેમણે વિવિધ છૂટક કામો કર્યા હતા, પરંતુ બાદમાં તેઓ રશિયન સશસ્ત્ર દળો સાથે જોડાયા હતા અને તેમને રશિયન પાસપોર્ટ પણ મળ્યો હતો. ગત ૨૪ જૂને પરિવારે રમણીકભાઈ સાથે છેલ્લી વાતચીત કરી હતી, જેમાં તેમણે બોર્ડર પર જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તે સમયે નેટવર્ક ન હોવાથી ૧૫ દિવસ બાદ સંપર્ક થશે તેમ કહ્યું હતું, પરંતુ ત્યારબાદ આજદિન સુધી તેમનો કોઈ ફોન કે સંદેશ આવ્યો નથી. ૧૬ વર્ષીય પુત્ર હેમિલ અને પત્ની રીના સહિત સમગ્ર પરિવાર છેલ્લા ત્રણ મહિનાથી ભારે ચિંતા અને આઘાત હેઠળ જીવી રહ્યો છે. પરિવારે આ અંગે દિલ્હી અને મોસ્કોના સત્તાવાળાઓ તેમજ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને મદદની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત