Video: વિસનગર એપીએમસીમાં દિવાળી ટાણે કપાસની બમ્પર આવક નોંધાઈ, ખેડૂતોને મળી રહ્યા છે ઊંચા ભાવ

સોર્સ: gstv

વિસનગર APMCમાં રોજેરોજ 35 થી 40 ગાડી જેટલી કપાસની આવક થઈ રહી છે, જ્યાં ખેડૂતોને કપાસના 1600થી 1900 રૂપિયા સુધીના ઊંચા ભાવ મળી રહ્યા છે…. અડદ, એરંડા અને રાયડાની પણ સારી આવક છે, જેમાં અડદના 2 હજાર રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને પ્રાપ્ત થઈ રહ્યા છે. બજારમાં માલની શોર્ટેજ અને જીનિંગ ફેક્ટરીઓની માંગને કારણે કપાસના ભાવ ઊંચકાઈ રહ્યા છે. સમયસર તોલમાપ અને રોકડા નાણાં સ્થળ પર જ મળી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વિસનગર APMCમાં 6 નવેમ્બરથી દિવાળીની રજાઓ રહેશે અને 14 નવેમ્બર, લાભ પાંચમના રોજ બજારના મુહૂર્ત સાથે કામકાજ ફરી શરૂ થશે. ચેરમેનના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં કપાસના ભાવ 2000 રૂપિયાને પાર પહોંચી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત