Video: શિયાળુ પાકના વાવેતર સમયે જ ખેડૂતો મુશ્કેલીમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને વઢવાણ તાલુકામાં હાલ શિયાળુ પાકનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે જીરું, વરિયાળી, ઘઉં, ઇસબગુલ અને ચણા જેવા મહત્વના પાકો માટે પાણીની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. આ દરમિયાન કટુડાથી પેઢડા સુધીની ૧૫૪ કિલોમીટર લાંબી માઈનોર નર્મદા કેનાલમાં પૂરતા પ્રેશરથી પાણી છોડાયુ નથી..જેથી ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં યોગ્ય લેવલ મેઈન્ટેન ન થવાને કારણે છેવાડાના ૧૦ જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાનું પાણી સમયસર મળી રહેતું નથી. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે કેનાલમાં મોટા પ્રમાણમાં બાવળો ઉગી નીકળ્યા છે અને અનેક જગ્યાએથી કેનાલ ફાટી ગઈ છે..આ સ્થિતિ હોવા છતાં કેનાલ બન્યા બાદ આજદિન સુધી તેનું કોઈ રિપેરિંગ કરવામાં આવ્યું નથી. બીજીબાજુ માત્ર કાગળ પર રિપેરિંગ અને સફાઈના નામે કરોડો રૂપિયાનો ખર્ચ બતાવી મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.








