Video: નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત,એકનું મોત

સોર્સ: gstv

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલા બાઈકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક ડિવાઈડર પર મૂકેલા કુંડા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બાઈકસવાર 37 વર્ષીય નવીનચંદ્ર પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક મૂળ વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારના રહેવાસી હતા અને ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા હતા. અકસ્માતને પગલે બ્રિજ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત