Video: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે વધુ ભીડની શક્યતા

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈને તંત્ર અને સાધુ-સંતો દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા મોટો પડકાર બની શકે છે. સંત મહેશગીરીએ જણાવ્યું કે, ગમે તેવી મુશ્કેલી હોય પરંતુ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સૌથી મોખરે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ભક્તો ઉમટી પડવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. તંત્ર અને સાધુ-સંતો દ્વારા સંયુક્ત સમીક્ષા કરવામાં આવી છે અને આગામી 15 દિવસમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
જાહેરાત






