Video: સીએનજી મોંઘો થતા રિક્ષાચાલકો પર મોંઘવારીનો માર

દિવાળી પહેલાં CNGના ભાવમાં થયેલા વધારાએ રિક્ષાચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અદાણી કંપનીએ પ્રતિ કિલો CNGના ભાવમાં અઢી રૂપિયાનો વધારો કરતાં નવો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે. રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ, પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વારંવાર થતા ભાવવધારાથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. રિક્ષાની રોજની કમાણીનો મોટો હિસ્સો હવે CNG ભરાવવામાં જ ખર્ચાઈ રહ્યો છે. રિક્ષાચાલકોએ સરકાર સમક્ષ અદાણી કંપનીના ભાવવધારા પર અંકુશ લાવી CNGના ભાવ નિયંત્રિત કરવાની માગ કરી છે. ત્યારે સવાલ એ છે કે દિવાળીના તહેવાર પહેલાં મોંઘવારીનો માર સહન કરી રહેલા રિક્ષાચાલકોને સરકાર ક્યારે રાહત આપશે?
જાહેરાત







