Video: દિવાળી પૂર્વે ભાવનગર મનપાની લાલ આંખ, ૯૧.૮૩ લાખના બાકી વેરા મામલે હિમાલિયા મોલનો ઝુડિયો શો-રૂમ સીલ

સોર્સ: gstv

ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે લાલ આંખ કરતા શહેરના હિમાલિયા મોલમાં આવેલ ઝુડિયો શો-રૂમ સીલ કરવામાં આવ્યો છે. આ શો-રૂમનો રૂપિયા ૯૧,૮૩,૪૮૯ જેટલો માતબર ઘરવેરો લાંબા સમયથી ભરપાઈ ન કરાતા મનપાએ આ કડક પગલું ભર્યું છે. તહેવારોની મોસમમાં જ આડી કાર્યવાહી થતા વેપારી આલમમાં ભારે ચકચાર અને દોડધામ મચી જવા પામી છે. મનપાના આ સપાટાથી અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત