અમદાવાદમાં 10 વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

અમદાવાદમાં 10 વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં 10 વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં આરોપી મુજીબ ઉર્ફે મુજીબુર રહેમાનને કોર્ટે દોષિત ઠેરવ્યો છે.

સરસપુરની બાઈ લલિતાની ચાલી વિસ્તારમાં રહેતા આરોપીએ પાડોશમાં રહેતી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી જ્યારે રમતી હતી ત્યારે આરોપી તેને ઈશારો કરીને પોતાના ઘરે બોલાવતો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ બાળકી સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું.

આટલું જ નહીં, સમગ્ર ઘટનાની જાણ કોઈને ન કરવા માટે આરોપી બાળકી પર દબાણ કરતો અને ધમકી આપતો હતો. સાથે જ તેને 20 રૂપિયા આપીને ચૂપ રહેવા કહેતો હતો. જોકે, બાળકીની માતાને ઘટનાની જાણ થતાં તેમણે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જાહેરાત

પોલીસ તપાસ બાદ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં બાળકીની જુબાની અને રજૂ કરવામાં આવેલા અન્ય પુરાવાઓને આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત પીડિત બાળકીના વળતર પેટે ₹4 લાખ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત