Video: રંગબેરંગી લાઈટ્સથી દિપી ઉઠયું અંબાજી ધામ

દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજી પણ દિવાળીના રંગે રંગાયુ છે..આ તહેવારને ધ્યાનમાં રાખીને પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અને સમગ્ર પરિસરને આકર્ષક તથા રંગબેરંગી લાઈટ્સથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના શિખર સહિત મંદિર પરિસરમાં કરવામાં આવેલી આ સુંદર રોશનીએ મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી દીધા છે..મા અંબાનું આ પવિત્ર ધામ ઝગમગતી રોશનીમાં ઝળહળી ઉઠતા શ્રદ્ધાળુઓમાં ભારે આનંદની લાગણી છવાઈ છે. દિવાળીના આ દિવસોમાં મંદિરના આ દિવ્ય અને ભવ્ય સ્વરૂપને નજરે નિહાળવા માટે દૂર-દૂરથી આવી રહેલા માઈભક્તો દિવ્ય અનુભૂતિ કરી રહ્યા છે.
જાહેરાત








