Video: રાજકોટના વિંછીયાના છાછીયા ગામે પ્રેમ પ્રકરણમાં યુવક-યુવતી ભાગી જતા રોષે ભરાયેલા ટોળાએ યુવકનું મકાન સળગાવ્યું

આ મામલે પરિવારે ૨૦ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે…. રાત્રે બનેલી આ ઘટનામાં યુવતીને હાજર ન કરતા ૨૦ થી વધુ લોકો ધારીયા અને તલવાર જેવા મારક હથિયારો સાથે સજ્જ થઈને આવ્યા હતા. પરિવારના આક્ષેપ મુજબ ઉત્તેજિત ટોળાએ પેટ્રોલ અને ડીઝલ છાંટીને યુવકનું મકાન સળગાવી દીધું હતું તેમજ મકાનના નળિયા પણ તોડી નાખ્યા હતા. આ બનાવ અંગે વિંછીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે અને શંકાસ્પદ ગણાતા ૧૦ જેટલા શખ્સોની અટકાયત કરી લીધી છે. સમગ્ર મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
જાહેરાત








