Video: અમદાવાદ ગ્રામ્યમાં બે હત્યાની ઘટના: અંધશ્રદ્ધામાં પિતાએ પુત્રને માર્યો, ભઠ્ઠા પર શ્રમિકની હત્યા.

અમદાવાદ ગ્રામ્યના સાણંદ અને ધોળકા તાલુકામાં હત્યાની બે કમકમાટીભરી ઘટનાઓ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. સાણંદના વીંછિયા ગામે નરેશભાઈ કોળી પટેલ નામના પિતાએ અંધશ્રદ્ધાની ઘેલછામાં પોતાના ૧૦ વર્ષના પુત્ર કરણની જમીન પર પછાડી અને લાકડીના પ્રહાર કરી હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતાં સાણંદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારા પિતાની અટકાયત કરી હત્યાનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ ધોળકાના માંડણપુરા ખાતે આવેલા ઈંટોના ભઠ્ઠા પર એક પરપ્રાંતીય શ્રમિકે અન્ય પરપ્રાંતીય સાથીની હત્યા કરી દેતા ધોળકા પોલીસે કારણ જાણવા સઘન તપાસ હાથ ધરી છે.
જાહેરાત







