Video: પાંચ બાળકીઓના શોષણ કેસમાં સ્કૂલ રિક્ષા ડ્રાઇવરને પાંચ વર્ષની કેદની સજા

અમદાવાદમાં પાંચ સગીર બાળકીઓના જાતીય શોષણના કેસમાં સ્કૂલ રિક્ષાના ડ્રાઇવર રાજકુમાર રાજપુતને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. વસ્ત્રાલની શાંતિ એશિયાટિક સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓને ચોકલેટ અને ગેમની લાલચ આપીને શોષણ કરતો હોવાનો આરોપ હતો. રિક્ષામાં લઈ જતી વખતે અવાવરુ જગ્યાએ વાહન ઊભું રાખી અડપલાં કરતો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત બાળકીઓને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી અને માતા-પિતાને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ આરોપ હતો. વર્ષ 2025માં રામોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ મહત્તમ પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે અલગ-અલગ કલમો હેઠળ કુલ 50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને દંડની રકમ પાંચેય પીડિત બાળકીઓને સરખા ભાગે આપવાનો આદેશ આપ્યો છે.
જાહેરાત








