Video:રાજકોટ દારૂ પાર્ટી કેસમાં પોલીસની મિલીભગતની ચર્ચા: કપડા બદલાવી આરોપીઓને ભગાડાતા મીડિયા સામે આવ્યા દ્રશ્યો

રાજકોટમાં સામે આવેલા હાઈપ્રોફાઇલ દારૂ પાર્ટીના પ્રકરણમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. પોલીસ દ્વારા માત્ર એક જ આરોપીને બતાવીને પ્રેસનોટ મોકલી દેવાઈ હતી અને બાકીના આરોપીઓને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા હતા. ચર્ચાઓ મુજબ, એક પછી એક આરોપીઓના કપડા બદલાવીને તેમને પોલીસ સ્ટેશનના પાછળના દરવાજેથી ભગાડી દેવામાં આવ્યા હતા. જોકે, સતર્ક મીડિયાકર્મીઓ આરોપીઓને ઓળખી જતાં પોલીસની પોલ ખુલી ગઈ હતી. આ સમગ્ર મામલો બહાર આવતા જ મીડિયાને પણ બળજબરીથી દૂર ખસેડવામાં આવ્યું હતું અને આરોપીઓ કેમેરાથી બચવા ભાગતા નજરે પડ્યા હતા,
જાહેરાત








