Video: રાજકોટમાં દિવાળી ટાણે માટીકામ કરતા કુંભાર પરિવારોની ધમધમતી કલાકારી: પરંપરાગત દીવડાઓ સાથે તુલસી ક્યારાવાળા દીવડાઓની ભારે માંગ

સોર્સ: gstv

રાજકોટના મધુવનભાઈ પ્રજાપતિ છેલ્લા ૪૦ વર્ષથી માટીકામના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમના પરિવાર દ્વારા છેલ્લા ચાર મહિનાથી અથાક મહેનત કરીને દીવડા બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી ૧૦ થી ૧૨ લોકોને રોજગારી પણ મળી રહી છે. જોકે, આ વર્ષે માટીની અછત અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ દીવડાના ભાવમાં ૧૦ ટકાનો વધારો થયો છે. હાલ બજારમાં પાંચ નાના દીવડા ૨૦ રૂપિયા અને મોટા દીવડા ૪૦ થી ૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. આજે બજારમાં આધુનિક લાઈટિંગ અને ચાઈનીઝ ચીજવસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં, પરંપરાગત માટીના દીવડાઓ પ્રત્યે લોકોનો પ્રેમ અને તેની માંગ આજે પણ યથાવત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત