Video: રાજકોટ સહિત રાજ્યભરની જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સોર્સ: gstv

રાજકોટ સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. પોપટપરા વિસ્તારમાં આવેલી રાજકોટ મધ્યસ્થ જેલને ઉડાવી દેવાની આ ધમકી ડીજીપી ઓફિસને મળેલા એક ઈ-મેઈલ દ્વારા મળી હતી. આ ઈ-મેઈલમાં "પાકિસ્તાન ઝિંદાબાદ" અને "ખાલિસ્તાન ઝિંદાબાદ"ના નારા લખવાની સાથે "૨૦૦૮ને ભૂલશો નહીં, મોટું સરપ્રાઈઝ આપવામાં આવશે, વેઈટ એન્ડ વોચ" તેવો ભયજનક ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ધમકી મળતા જ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તરત જ હરકતમાં આવી ગઈ છે અને જેલ પરિસરમાં સઘન તપાસ હાથ ધરીને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત