Video: ધોળકાનું બદરખા ચાર મહિનાથી ગંદા પાણીના બેટમાં ફેરવાયું, તંત્ર ધ્રૃતરાષ્ટ્રની ભૂમિકામાં

સોર્સ: gstv

ચોમાસું પૂરું થઈ ગયું હોવા છતાં, બદરખા ગામના સરોડા રોડ અને દલિતવાસ વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગંદા પાણી ભરાયેલા છે. દિવાળી જેવા પવિત્ર તહેવારમાં પણ ગ્રામજનોએ આ દૂષિત પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. પાણી ભરાવાને કારણે રોગચાળો ફેલાવવાનો ભય છે. ગંદા પાણીમાં ચાલવાથી લોકોને ચામડીના રોગો અને પગમાં ખંજવાળની સમસ્યા થઈ રહી છે. વાહનચાલકો અને મહિલાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોષે ભરાયેલા ગામલોકોએ તંત્ર સમક્ષ વહેલી તકે પાણીનો કાયમી નિકાલ કરવા, સાફ સફાઈ અને દવા છંટકાવ કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત