Video: જૂનાગઢ: વિસાવદર મગફળી કૌભાંડમાં કોર્ટની કડક કાર્યવાહી, પૂર્વ ચેરમેન સામે નવેસરથી તપાસના આદેશ

સોર્સ: gstv

જૂનાગઢના વિસાવદર મગફળી કૌભાંડમાં મોટો કાનૂની વળાંક આવ્યો છે. વિસાવદર યાર્ડના પૂર્વ ચેરમેન વિનુ હપાણી સામેના કેસમાં કોર્ટ દ્વારા પોલીસનો સમરી રિપોર્ટ નામંજૂર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન ખોટા 7/12ના ઉતારા રજૂ કરી કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ થયા હતા. કપાસના વાવેતરવાળી જમીનમાં મગફળી દર્શાવી રાજસ્થાનથી સસ્તી મગફળી લાવી વેચીને લાખોની કમાણી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી મુકેશ રિબડિયાની અરજી બાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પોલીસને નવેસરથી કાયદેસર તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ 45 દિવસમાં તપાસનો અહેવાલ રજૂ કરવા હુકમ કરતાં કૌભાંડ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીઓ વધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત