Video: ભરૂચ જિલ્લા જેલમાંથી ત્રણ કેદીઓની ૧૫ દિવસની પેરોલ મંજૂર

દિવાળીના પર્વ નિમિત્તે કેદીઓ પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કેદીઓને પેરોલ રજા આપવાનો નિર્ણય લેવાયો છે. ભરૂચ જિલ્લા જેલમાં સજા ભોગવતા મહિલા અને વડીલ કેદીઓ માટે ધનતેરસના પવિત્ર દિવસે મોટી રાહત સામે આવી છે. ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર જેલના ત્રણ પાકા કામના કેદીઓની ૧૫ દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડે ત્રણેય કેદીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાની જરૂરી સૂચનાઓ આપી તેમને પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પરિવાર સાથે ખુશીઓ વહેંચી શકે.
જાહેરાત







