Video: ગોધરામાં લાકડાના વેપારી ઈમ્તિયાઝ કલંદરે RFO ભરવાડ સામે કર્યા અત્યાચારના આક્ષેપ

સોર્સ: gstv

પંચમહાલના ગોધરામાં લાકડાના વેપારીને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી માર માર્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વેપારી ઈમ્તિયાઝ કલંદરે RFO ભરવાડ સામે ગંભીર આક્ષેપો કરતાં સમગ્ર મામલે ચકચાર મચી છે. ઈમ્તિયાઝ કલંદરના દાવા મુજબ તેમને ત્રણ દિવસ સુધી અજાણી જગ્યાએ ગોંધી રાખી શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રવીણભાઈ નાયક અને યાસીન કલંદરને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવા માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત