Video: વડોદરામાં દીકરાની જેમ ઉછેરેલો આફ્રિકન ગ્રે પેરોટ લડ્ડુ ગુમ થતાં પરિવાર દ્વારા એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરાયું

સોર્સ: gstv

વડોદરાના સેવાસી રોડ પર રહેતા પારેખ પરિવાર માટે તેમનો આફ્રિકન ગ્રે પેરોટ લડ્ડુ કોઈ પક્ષી નહી પરંતુ પોતાના દીકરા સમાન હતો. લડ્ડુ અચાનક ગુમ થઈ જતાં સમગ્ર પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. લડ્ડુની સંભાળ રાખવા માટે જેસિકાબેન પારેખે પોતાની ખાનગી શાળાની નોકરી પણ છોડી દીધી હતી અને તેની વિદાયના વિરહમાં તેઓ છેલ્લા ચાર દિવસથી અન્નનો દાણો પણ લઈ શક્યા નથી. આજે ઘરમાં લડ્ડુનું ખાલી પાંજરું જોઈ પરિવારની આંખો ભીની થઈ જાય છે. પરિવારે આ વ્હાલસોયા પોપટને શોધી આપનાર વ્યક્તિ માટે એક લાખ રૂપિયાનું મસમોટું રોકડ ઇનામ જાહેર કર્યું છે અને આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત