Video: દાદરિયા સુગર મિલમાં દુર્ઘટના ગરમ પાણીની ટાંકી તૂટી, સત્તાધીશોના વર્તનને લઈને ઉઠ્યા સવાલો

સોર્સ: gstv

તાપીના વાલોડ તાલુકાના દાદરિયા ગામે આવેલી કોપર સુગર મિલમાં ગરમ પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતાં બે મજૂરો લાપતા થયા છે. સાંજના સમયે બનેલી આ ઘટનાને પગલે સુગર મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટાંકીનું તાજેતરમાં જ સમારકામ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં સુગર મિલના સત્તાધીશો સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી. વ્યારા અને બારડોલી ફાયર વિભાગના જવાનો દ્વારા લાપતા મજૂરોની શોધખોળ માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, મજૂરોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે, ત્યારે સુગર મિલના કેટલાક સત્તાધીશો ઠંડાં પીણાંની મજા માણતા જોવા મળ્યાના દાવાને પગલે તેમની સંવેદનશીલતા અને જવાબદારી સામે સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત