Video: અમદાવાદમાં વલંદાની હવેલી પાસે અઠવાડિયાથી મકાન ધરાશાયી થયા બાદ કાટમાળ યથાવત, સ્થાનિકોમાં રોષ

સોર્સ: gstv

અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં જર્જરિત ઇમારતોની સમસ્યા વચ્ચે તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. ખાડિયા વિસ્તારમાં આવેલી વલંદાની હવેલી પાસે એક સપ્તાહ પહેલાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. ઘટના બાદ AMC દ્વારા મકાનનો બાકીનો ભયજનક ભાગ ઉતારી લેવામાં આવ્યો, પરંતુ કાટમાળ હજુ સુધી દૂર કરવામાં આવ્યો નથી. સાંકડા રસ્તા પર કાટમાળ પડેલો હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આ અંગે AMCમાં ફરિયાદો કરવા છતાં યોગ્ય કામગીરી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ જાહેર રસ્તા પરનો કાટમાળ AMC અને ખાનગી પ્લોટમાં પડેલો કાટમાળ મિલકત માલિકે દૂર કરવાનો હોય છે તેવી સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત