Video: ગુજરાતમાં આદિવાસી પરિવારોને વન અધિકાર પત્રોનું વિતરણ કરવામાં આવશે, કરોડનાં વિકાસકાર્યોનું કરાશે લોકાર્પણ

સોર્સ: gstv

ગાંધીનગરમાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીને લઈને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમોની વિગતો આપી હતી. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંત્રી નરેશ પટેલે 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાતમાં 2 હજાર 300 કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ સ્થાપિત કરાશે તેમજ 15 હજાર 828થી વધુ આદિવાસી પરિવારોને વન અધિકાર પત્રોનું વિતરણ કરવામાં આવશે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં વન અધિકાર પત્રો આપવાની પ્રક્રિયા સતત ચાલુ રહેશે. આદિવાસી સમાજની લાગણીઓ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત