Video: ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત અને ચાર ઈજાગ્રસ્ત

સોર્સ: gstv

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસીઓ ભાવનગર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડમાં પલટી મારી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય ચાર વ્યક્તિઓને પીપળી, ધોલેરા અને ધંધુકાની ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ છે અને જમાલપુરના મૃતક પરિવારોમાં ઘેરો શોક છવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત