Video: વડોદરાના સાવલીમાં કોટનના ગોડાઉનમાં ભીષણ આગ

વડોદરાના સાવલીની ગોઠડા ચોકડી પાસે આવેલા કોટનના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ઓશીકાં અને બેડશીટ બનાવતા ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઝપેટમાં ગોડાઉનમાં પાર્ક કરેલી એક મોટરસાઇકલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી અને તપાસનો વિષય બન્યું છે.
જાહેરાત






