Video: રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં ફટાકડા ફોડવા મુદ્દે થયેલી બોલાચાલીમાં પિતાની હત્યા

રાજકોટમાં દિવાળીનું પર્વ લોહિયાળ સાબિત થયું છે, જ્યાં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં જાડેજા બંધુઓએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલા દરમિયાન અજીતસિંહ સિંધવ નામના વ્યક્તિને છરીના આઠ જેટલા ઘા ઝીંકી દેવામાં આવતા સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્ર કૃણાલ સિંધવને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જાહેરાત








