Video: ધનસુરાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગેરરીતિ બદલ કલેક્ટરની મોટી કાર્યવાહી

સોર્સ: gstv

અરવલ્લી જિલ્લાના કલેક્ટર મિલિન્દ બાપનાનીએ ધનસુરા પ્રાથમિક શાળા નંબર-1ની આકસ્મિક મુલાકાત લેતા શાળામાં અનેક ગેરરીતિઓ સામે આવી છે. ખાસ કરીને મધ્યાહન ભોજન યોજનાના સંચાલનમાં ગેરરીતિ જણાતા કલેક્ટરે ગંભીર નોંધ લીધી છે. ગેરરીતિ મામલે જવાબદાર નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શાળાના મધ્યાહન ભોજનના સંચાલકને પણ દૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે. કલેક્ટરની આકસ્મિક મુલાકાતથી શિક્ષણ વિભાગ અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત