Video: લાજપોર જેલમાં હત્યાના ગુનામાં સજા પામેલો કેદી મૃત હાલતમાં મળ્યો

સુરતની લાજપોર જેલમાં હત્યાના ગુનામાં કેદ આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મૃતક આરોપીની ઓળખ 37 વર્ષીય શંભુલાલ આડા તરીકે થઈ છે. નોંધનીય છે કે ગત રોજ જ કોર્ટ દ્વારા શંભુલાલને સજા ફટકારવામાં આવી હતી. આજે જેલના બાથરૂમમાં આરોપી મૃત હાલતમાં મળી આવતાં જેલ પ્રશાસનમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત







