Video: અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ઢળતી સંધ્યાએ કમોસમી વરસાદી માહોલ, અનેક ગામોમાં ખાબક્યો ધોધમાર વરસાદ

ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દલખાણીયા, ગોવિંદપુર, ફાચરિયા, દેવળા, સરસિયા, જીરા અને મુંજાણિયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવાળી ટાણે જ કમોસમી વરસાદ પડવાથી ખેતરોમાં રહેલા કપાસ અને મગફળી જેવા મહત્ત્વના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે અન્નદાતાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
જાહેરાત








