Video: દિવાળીના તહેવારોમાં સંભવિત દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ તૈયારીઓ

દિવાળી એટલે ખુશીઓ, રોશની અને ઉત્સાહનો તહેવાર... પરંતુ તહેવારની ઉજવણીમાં થતી નાનકડી બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે... ફટાકડાથી દાઝી જવાના બનાવો, આગની દુર્ઘટનાઓ અને માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે... દિવાળીના તહેવાર દરમિયાન ઈમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતાને પગલે હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની સંખ્યા બમણી કરવામાં આવી છે... આ ઉપરાંત જરૂરી દવાઓ, મેડિકલ સાધનો અને જીવનરક્ષક વસ્તુઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે... કોઈપણ ઈમરજન્સીમાં દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે...
જાહેરાત








