Video: મહુડીમાં કાળીચૌદશે મહાયજ્ઞનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ

સોર્સ: gstv

અહીં જૈન ધર્મના ૬ઠ્ઠા તીર્થંકર ભગવાન શ્રી પદ્મપ્રભુસ્વામીની આરસની મૂર્તિ બિરાજમાન છે. આ ઉપરાંત, અહીં રક્ષક દેવતા શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવનું પણ ભવ્ય મંદિર આવેલું છે, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા ચમત્કારી દેવ તરીકે ઓળખાય છે આ મંદિરની સ્થાપના જૈન આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજ દ્વારા ઈ.સ. ૧૯૧૭ (વિક્રમ સંવત ૧૯૭૪)માં કરવામાં આવી હતી.

જગતપ્રસિદ્ધ પ્રસાદ (સુખડી): મહુડી તેના અદ્ભુત અને સ્વાદિષ્ટ સુખડીના પ્રસાદ માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. અહીં એવી પરંપરા છે કે આ સુખડીનો પ્રસાદ માત્ર મંદિરના સંકુલની અંદર જ ખાવો પડે છે, તેને મંદિરની બહાર લઈ જવાની સખત મનાઈ છે.મુખ્ય ઉત્સવ: દર વર્ષે કાળી ચૌદસના દિવસે અહીં ભવ્ય હવનનું આયોજન થાય છે, જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.   

આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત