Video: અમદાવાદમાં ધનતેરસે 4500 લક્ષ્મી અને કુબેર યંત્રોની પૂજા

અમદાવાદના મેઘાણીનગર સ્થિત ધર્માત્મા કુટીરમાં ધનતેરસના પાવન પર્વે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષથી અહીં લક્ષ્મી યંત્ર અને કુબેર યંત્રની પૂજા કરવાની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે પણ અંદાજે 4500 ગોલ્ડ પ્લેટેડ લક્ષ્મી અને કુબેર યંત્રની વિધિવત પૂજા કરવામાં આવી હતી. શાયોના પરિવારના ઘનશ્યામ પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી. પૂજા બાદ તમામ યંત્રો લોકોને પ્રસાદી સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય તેમજ માતા લક્ષ્મીની કૃપા સૌના પરિવાર પર વરસે તેવી ભાવના સાથે ભક્તોએ પૂજામાં ભાગ લીધો હતો.
જાહેરાત






