Video: મહેસાણામાં 17 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ

સોર્સ: gstv

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેદિયાસણ, બેચરાજી, વિસનગર અને ઊંઝામાં ફૂડ વિભાગની ટીમોએ તપાસ કરી કુલ 68 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે. આ ઉપરાંત FSW વાન દ્વારા 175 જેટલા ખાદ્ય પદાર્થોનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 17 કિલો અખાદ્ય ફરસાણ અને ખાદ્ય તેલ મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગની આ કામગીરીથી ભેળસેળયુક્ત અને અખાદ્ય વસ્તુઓના વેચાણ સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત