Video: સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખંપાળીયા ગામના સરકારી સર્વે નંબર 50 પર ચાલતું હતું ગેરકાયદે ખનન

સુરેન્દ્રનગરના ચોટીલા સબ ડિવિઝનમાં સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે સફેદ માટીના ખનનનો પર્દાફાશ થયો છે. મૂળી તાલુકાના ખંપાળીયા ગામના સર્વે નંબર 50ની સરકારી જમીન પર ગેરકાયદે ખનન કરવામાં આવતું હતું. નાયબ કલેક્ટર એસ.વી. કલસરીયા અને તેમની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી એક હિટાચી મશીન અને હિટાચીની હેરફેરમાં વપરાતો ટ્રક એટલે કે પાટલો જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂ. 67 લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. ગેરકાયદે ખનન મામલે ખંપાળીયાના રણછોડભાઈ ભુરાભાઈ રબારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેરાત








