મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં રાષ્ટ્રીય એકતા દોડનું આયોજન

સોર્સ: gstv

રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરાના નવલખી મેદાન ખાતે ભવ્ય 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ દોડનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી પોતે પણ દોડમાં જોડાઈને સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં હજારો નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંગઠનો તેમજ પોલીસ અધિકારીઓ અને જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વડોદરા શહેર દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના રંગે રંગાયું હતું. સરદાર પટેલના દેશના એકીકરણમાં યોગદાનને યાદ કરી સૌએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવવાનો સંકલ્પ લીધો હતો.

આ સમાચાર શેર કરો