Video: એમટીએસ દ્વારા બસ સ્ટેન્ડ નો કોન્ટ્રાક્ટ વિવાદિત કંપનીને આપવામાં આવ્યો.. પીપીપી ધોરણે 800 બસ સ્ટેન્ડ તૈયાર કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે amts દ્વારા બસ સ્ટેન્ડ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવે છે જોકે મહત્વની બાબતે છે કે આ કામ જેને સોંપવામાં આવ્યું છે તે ચિત્ર પબ્લિસિટી ઝાડ કાપવાના મુદ્દે ભૂતકાળમાં ચર્ચામાં આવી હતી.. AMTS ના 800 જેટલા બસ શેલ્ટર બનાવવાનો મોટો કોન્ટ્રાક્ટ ચિત્રા પબ્લિસિટીને સોંપવામાં આવ્યો છે. આ તમામ 800 બસ શેલ્ટર PPP ધોરણે તૈયાર કરવામાં આવશે..આ કરાર હેઠળ, બસ શેલ્ટર તૈયાર કરવાના બદલામાં ચિત્રા પબ્લિસિટીને ત્યાં જાહેરાતો મૂકવાના તમામ હક આપવામાં આવશે...અહીં ઉલ્લેખનીય છે કે, ચિત્રા પબ્લિસિટી ભૂતકાળમાં અનધિકૃત રીતે વૃક્ષો કાપવાના ગંભીર આરોપો સાથે ભારે વિવાદમાં આવી ચૂકી છે. એટલું જ નહીં, વૃક્ષો કાપવા બદલ AMC દ્વારા ચિત્રા પબ્લિસિટી પર લગાવવામાં આવેલી ₹10 લાખની પેનલ્ટી પણ એજન્સી દ્વારા હજુ સુધી ચૂકવવામાં આવી નથી! પેનલ્ટી બાકી હોવા છતાં અને ભૂતકાળ વિવાદિત હોવા છતાં, AMTS દ્વારા આ એજન્સીને આટલો મોટો કોન્ટ્રાક્ટ સોંપાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.આ સમગ્ર વિવાદ અને નિર્ણય અંગે AMTS કમિટીના ચેરમેને સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે:જે વૃક્ષો કાપવાની બાબત છે, તે અંગે પૂરતું ધ્યાન રાખવામાં આવશે. આ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે જે સમગ્ર કામગીરી પર નજર રાખશે. બસ શેલ્ટર PPP ધોરણે જ બનશે અને નિયમ મુજબ જાહેરાતના હક ચિત્રા એજન્સી પાસે રહેશે."

આ સમાચાર શેર કરો

જાહેરાત