Video: ઉપલેટા યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને 5 થી 13 નવેમ્બર સુધી હરાજીનું કામકાજ બંધ

રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર રજાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. યાર્ડના સેક્રેટરી રાજ ઓડેદરા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ 5 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી જણસીની આવક અને જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને આ રજાઓ જાહેર કરવામાં આવી છે. રજાઓ પૂર્ણ થયા બાદ લાભ પાંચમના દિવસે યાર્ડની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. લાભ પાંચમના દિવસે સવારે 11 વાગ્યાથી જણસીની જાહેર હરાજી રાબેતા મુજબ શરૂ થશે. યાર્ડ દ્વારા ખેડૂતોને આ સમયપત્રકની જાણ કરી દેવામાં આવી છે.
જાહેરાત








