Video: વિરપુરમાં માવઠાથી કપાસનો પાક બરબાદ, યોગ્ય સહાય ચૂકવવા ખેડૂતોએ કરી માંગ

રાજકોટના વીરપુરમાં અગાઉ વરસાદની અછત અને હવે કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. માવઠાના કારણે કપાસ, મગફળી અને તુવેર જેવા પાકોમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોનો ખેતી પાછળ કરેલો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે. આર્થિક સંકટમાં ઘેરાયેલા અન્નદાતાઓએ કૃષિ મંત્રીને એસી ઓફિસમાંથી બહાર આવી પોતાની વેદના સમજવાની આક્રમક અપીલ કરી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ વીરપુર વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, પાક નુકસાનીનો સર્વે કરાવીને યોગ્ય વળતર ચૂકવવાની ઉગ્ર માગ ઉઠાવી છે. તો વળી એક ખેડૂતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદનને યાદ કરીને પણ કટાક્ષ કર્યો..
જાહેરાત








