Video: દિવાળી સમયે જ અમુલે ઘીના ભાવ વધાર્યા

સોર્સ: gstv

તહેવારોની સિઝનમાં મિઠાઈઓ અને વાનગીઓ બનાવવાની તૈયારી કરી રહેલા સામાન્ય નાગરિકોના બજેટ પર મોટો ફટકો પડ્યો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો ઝીંક્યો છે. કંપની દ્વારા 1 કિલો ઘીના પેકેટ પર સીધો 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 500 ગ્રામ બટરનું પેકેટ પણ 15 રૂપિયા મોંઘું થયું છે. ભાવવધારાની સાથે સાથે કેટલાક બજારોમાં અમૂલના ગાયના ઘીની અછત પણ જોવા મળી રહી છે, જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.અમૂલના નવા ભાવ મુજબ, 1 કિલો ઘીનું પેકેટ હવે 630 રૂપિયાના બદલે 680 રૂપિયામાં મળશે. તે જ રીતે 500 ગ્રામ ઘીના પાઉચની કિંમત 325થી વધારીને 345 રૂપિયા કરવામાં આવી છે. બટરની વાત કરીએ તો, 100 ગ્રામ બટરનું પેકેટ 63થી વધીને 66 રૂપિયા અને 500 ગ્રામનું પેક 310થી વધીને 325 રૂપિયા થઈ ગયું છે. આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર ગાયનું ઘી 740 પ્રતિ લીટર અને ભેંસનું ઘી 720 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે, જ્યાં પણ સ્ટોક ઓછો હોવાના સંકેતો મળી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત