ગુજરાતની ગોલ્ડન ગર્લને નફાની લાલચ આપી ચૂનો લગાવ્યો, ₹69 લાખની છેતરપિંડીનો પર્દાફાશ

ગુજરાતની ગોલ્ડન ગર્લને નફાની લાલચ આપી ચૂનો લગાવ્યો, ₹69 લાખની છેતરપિંડીનો પર્દાફાશ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર ખ્યાતનામ દોડવારી અને ‘ગોલ્ડન ગર્લ’ તરીકે જાણીતી સરિતા ગાયકવાડ સાથે રૂ.69 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. રેતીના વેપારમાં રોકાણ કરાવી નફાની લાલચ આપવામાં આવી હતી. સમગ્ર મામલે આહવા SOG પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

4 ટકા વળતરની લાલચ આપી કરાવાયું રોકાણ

જાહેરાત

ફરિયાદ મુજબ સરિતા ગાયકવાડને રેતીના વેપારમાં રોકાણ પર દર મહિને 4 ટકા જેટલું ઊંચું વળતર આપવાની નિતિન ભારતી નામના શખ્સે ખાતરી આપી હતી. જેના પર વિશ્વાસ રાખી દોડવીરે અલગ-અલગ સમયે રૂ.69.10 લાખનું રોકાણ કર્યું હતું.

નાણાં પરત ન મળતાં સરિતાએ નોંધાવી ફરિયાદ

જોકે, શરૂઆતમાં આરોપીઓએ રૂ.1.80 લાખ પરત આપ્યા હતા પરંતુ બાકીની રકમ હડપ કરીને રૂ.67.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. નક્કી કરાયા મુજબનું વળતર અને રોકાણની મૂળ રકમ ન મળતા આખરે સરિતાએ આહવા SOG પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દેશનું નામ રોશન કરનાર ખેલાડી સાથેની છેતરપિંડીના ગુનેગારોને ઝડપી પાડવા માટે પોલીસે સધન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત