Video: મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે લોહિયાળ જંગ: હથિયારધારી શખ્સોના હુમલામાં 70 વર્ષીય વૃદ્ધની હત્યા, 2 ગંભીર ઇજાગ્રસ્ત

મોરબી તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીંબડી ગામના પાટિયા નજીક અસામાજિક તત્વોએ લોહિયાળ ખેલ રમ્યો છે. બે ગાડી અને એક બાઇક પર સવાર થઈને આવેલા ઇસમોએ અચાનક જ અંધાધૂંધ ખૂની હુમલો કરી દીધો હતો. હુમલાખોરો પાસે છરી, ધારીયા અને ધોકા જેવા ઘાતક હથિયારો હતા. આ આડેધડ હુમલામાં 70 વર્ષીય ખોડાભાઈ મોરડીયાનું ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે આ હુમલામાં રવિભાઈ વિજવાડીયા અને જીગાભાઈ મોરડીયા નામના બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી જીગાભાઈની તબિયત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે
જાહેરાત







