Video: ડિજિટલ યુગ અને કોમ્પ્યુટર વચ્ચે પણ પરંપરા યથાવત્, શુકન માટે વેપારીઓએ કરી લાલ ચોપડાની શ્રદ્ધાપૂર્વક ખરીદી.

સોર્સ: gstv

અમદાવાદનું જાણીતું કાગદી બજાર ધનતેરસના દિવસે પરંપરાગત લાલ ચોપડાની ખરીદી માટે ધમધમી ઉઠ્યું હતું અને વેપારીઓ શુભ મુહૂર્તમાં હિસાબના ચોપડા ખરીદવા ઉમટી પડ્યા હતા. એક સમય હતો જ્યારે વ્યવસાયના તમામ હિસાબો માત્ર આ લાલ ચોપડાઓમાં જ રાખવામાં આવતા હતા, પરંતુ બદલાતા સમય સાથે હવે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધ્યો છે. તેમ છતાં, આધુનિક યુગમાં લેપટોપ અને કોમ્પ્યુટરની બોલબાલા વચ્ચે પણ દિવાળીના દિવસે શુકન માટે ચોપડા પૂજન કરવાની પરંપરા આજે પણ યથાવત્ રહી છે. વેપારીઓ પોતાના વ્યવસાયમાં લક્ષ્મીજીની કૃપા અને બરકત જળવાઈ રહે તે માટે શ્રદ્ધાપૂર્વક પરંપરાગત ચોપડાઓની ખરીદી કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત